પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટના ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો અગાઉ પબજી મોબાઈલ સહિત ભારતમાં 118 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જેમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ બન્ને સામેલ હતી. સરકારી આદેશ બાદ પબજી મોબાઈલને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.
જોકે આ ગેમ પહેલાથી જ ઈન્સ્ટોલ કરવામાં આવી હોય તેવા યુઝર્સ તે રમી શક્તા હતા. ત્યારે હવે પબજી મોબાઈલે જાહેરાત કરી છે કે આ એપ્લિકેશન આજથી એટલે કે શુક્રવારથી ભારતમાં પૂરી રીતે કામ કરવાનું બંધ કરી દેશે. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી PUBG મોબાઈલ એપને હટાવી દેવામાં આવી છે. આ ગેમ એ યૂઝર્સના ફોનમાં એક્ટિવ હતી જેઓએ પહેલાં ઈન્સ્ટોલ કરી હતી. ભારત સરકારે આ એેપ્સને બંધ કરવાનું કારણ ચીનને લઈને સુરક્ષા ખતરાને ગણાવ્યા છે.
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પહેલાં PUBG મોબાઈલના ડેવલપર પબજી કોર્પે લિંક્ડઈન પર એક પોસ્ટમાં કહ્યું કે ભારતમાં બેટલ રોયલ સ્ટાઈવ ગેમ્સની ભારતમાં પરત આવવાની શક્યતા છે.