ભારતનાં વિવિધ રાજ્યોમાં શિયાળા અને તહેવારોના સિઝનની શરૂઆતથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં વિવિધ રાજ્યો હવે નાઈટ કર્ફ્યું લગાવી રહ્યા છે. દેશના પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસના કેસને ઓછા કરવા માટે સરકાર નાઈટ કર્ફ્યું લગાવી શકે છે.
દિલ્હી હાઈકોર્ટમાં સરકારે કહ્યું છે કે અમે સંક્રમણને ઓછું કરવા માટે નાઈટ કર્ફ્યુંના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. જોકે હજુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દિલ્હીમાં અન્ય રાજ્યોની જેમ જ નાઈટ કર્ફ્યુંના સવાલ પર કેજરીવાલ સરકારે જવાબ આપ્યો હતો અને તેમાં સરકારે કહ્યું છે કે અમે અત્યારે કોઈ પણ કર્ફ્યુંના નિર્ણય પર પહોંચ્યા નથી જોકે નાઈટ કર્ફ્યું પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લો નિર્ણય લઈશું. આ સિવાય સરકારે હાઈકોર્ટને કહ્યું કે દિલ્હીમાં છથી આઠ દિવસની અંદર ICU બેડની સંખ્યા વધારી દેવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હીમાં દરરોજ સામે આવતા કેસના કારણે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોની ઊંઘ ઉડી ગઈ છે. 24 જ કલાકમાં 99ના મોત થયા છે અને પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યા છે.