રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ-ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે.
ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ AIMIMએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સાબિર કાબલીવાલાને જવાબદારી સોંપી છે. તેવામાં કોંગ્રેસના ધારાસભ્યએ ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ભાજપના ઈશારે કામ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એઆઈએમઆઈએમ ગુજરાતમાં હિન્દુ મતના ધ્રુવીકરણ અને મુસ્લિમ મતના વિભાજન માટે તેમજ વિધાનસભાની182 બેઠક જીતવા માટે ભાજપ જ ઓવૈસીની પાર્ટીને ગુજરાત લાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું વિધાનસભાની 182 બેઠક જીતવા માટેનો મનસૂબો પૂરો કરવા માટે ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં આવી છે. ગુજરાતમાં કયારેય ત્રીજી પાર્ટી સ્વીકાર્ય નથી, આ સંજોગોમાં ચોક્કસ વર્ગને અપીલ કરતી ઔવેસીની પાર્ટીને ગુજરાતની પ્રજા કયારેય સ્વીકારવાની નથી. આ પાર્ટીને ગુજરાત લાવવા પાછળ કોણ છે તે ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. જ્યારે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે,