પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે અને મધ્યમ વર્ગ પર મોંઘવારીની ગંભીર અસર જોવા મળી રહી છે ત્યારે સામાન્ય માનવીને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર સુધી ટેક્સમાં ઘટાડો કરી શકે છે. બેંક ઓફ અમેરિકાના એનાલેસ્ટ્સનું માનવુ છે કે, વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવ 60 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહેવાનું અનુમાન છે.
તેમણે જણાવ્યું કે, અમે નાણાકીય વર્ષ 2022 માટે રાજકોષીય નુકસાનીનું અનુમાન 30 બેસિસ પોઇન્ટ વધારીને GDPના 7.5 ટકા કર્યા છે. આશા છે કે, ઇંઘણ પર લાગતા ટેક્સમાં 5 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવી શકે છે. પ્રતિ ડોલર પેટ્રોલ-ડીઝલ પર 5 રૂપિયાના ઘટાડાથી કેન્દ્ર સરકાર પર 71,760 કરોડ રૂપિયાનો બોજો વધશે.
તો બીજીબાજુ જોકે, પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીમાં સામેલ કરવામાં આવે તો તેના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. પરંતુ આ માટે રાજ્ય સરકારો તૈયાર નથી. જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની ભલામણોનો અમલ કરશે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. બે દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે તેમનું મંત્રાલય સતત જીએસટી કાઉન્સિલને પેટ્રોલિયમ પેદાશોને તેના કાર્યક્ષેત્રમાં સમાવવા વિનંતી કરી રહ્યું છે. કેમ કે તેનાથી લોકોને ફાયદો થશે. મહત્વનું છે કે, ભારતમાં જીએસટીના ચાર પ્રાથમિક દરો છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જોકે રાજ્યો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવા તૈયાર નથી. જીએસટીનો અમલ 1 જુલાઈ 2017 ના રોજ કરવામાં આવ્યો હતો. રાજ્યોના વિલંબના કારણે તે સમયે પેટ્રોલ અને ડીઝલ તેની બહાર રાખવામાં આવતું હતું. જો જીએસટીમાં પેટ્રોલિયમ પેદાશોનો સમાવેશ થાય છે, તો દેશભરમાં બળતણની સમાન કિંમત રહેશે.