દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે.. દેશમાં સૌથી વધુ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં લોકડાઉનને લઈ મહત્વનું નિવેદન આપ્યુ હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 30 જૂન બાદ પણ લોકડાઉન યથાવત રહેશે. ટેલિવિઝન સંબોધનમાં ઠાકરેએ પ્રતિબંધોને હળવા કરવાથી ઇનકાર કરતા કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. જેથી લોકડાઉન 30 જૂન બાદ પણ યથાવત રહેશે.
ઠાકરેએ કહ્યું કે, અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે અનલોકની પ્રક્રિયાને ધીરે ધીરે લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં ‘મિશન બિગિન અગેન’ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે પ્રભાવિત મુંબઇમાં ‘ચેઝ ધ વાયરસ’ પહેલના સારા પરિણામ સામે આવ્યા અને હવે આ રાજ્યના બીજા ભાગમાં પણ લાગૂ કરવામાં આવશે.
અભિયાનના ભાગ રૂપે કોવિડ -19 દર્દીના નજીકના સંપર્કમાં રહેલા 15 લોકોને આવશ્યકપણે સંસ્થાકીય અલગતા કેન્દ્રમાં રાખવામાં આવશે, જ્યારે સમુદાયના અગ્રણીઓ લોકોને સંસ્થાકીય અલગતા કેન્દ્રમાં અન્ય રોગો, ખોરાક અને અન્ય સુવિધાઓ વિશે માહિતી આપશે. 27 મેના રોજ શરૂ કરવામાં આવેલ આ અભિયાન અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, મુંબઈમાં અમને ચેઝ ધ વાયરસ અભિયાનના સારા પરિણામો મળ્યા અને હવે અમે તેનો રાજ્યભરમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે.