પાટણ શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસને લઈને લોકડાઉનમાં નિયમોને આધારિત કેટલીક છૂટછાટ સાથે બજારો તેમજ નાના મોટા વ્યવસાયોને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સમગ્ર જિલ્લામાં કલમ 144 યથાવત રાખવામાં આવી છે. તેમ છતાં મુખ્ય બજારોમાં જોવા મળતી ભારે ભીડથી લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
તેમજ મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્કિગ થયેલા વાહનો પણ નજરે પડે છે. ત્યારે ગતરોજ પણ પાટણ જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા હતા. મહત્વનુ છે કે, કોરોના પોઝીટીવ કેસોનો આંકડો 26એ પહોંચ્યો છે. તેમ છતાં લોકોમાં આ વાયરસને લઈને કોઈ જ ગંભીરતા જોવા મળી રહી નથી. આપને જણાવી દઈએ કે, લોકો કોઈના કોઈ બહાને બહાર નીકળવાનું ટાળતા નથી. ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે. બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.