અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના વિવિધ બંદરો પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જેમાં જામનગરના બેડી, રોઝી અને સિક્કા બંદરનો સમાવેશ થાય છે.
તો દેવભૂમિદ્વારકાના સલાયા અને ઓખા બંદરને પર એલર્ટ કરવામાં આવ્યું છે..મળતી માહિતી મુજબ, જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે આકાશમાંથી રીતસરના અંગારા વરસ્યા હતા, દિવસ અને રાત અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, હવામાં ભેજ વધી જતા લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો.
મોડી રાત્રે 45 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો, આજે સવારે વાદળીયુ વાતાવરણ જોવા મળ્યુ હતું, જામનગર જીલ્લામાં તા. 1 જુનથી 31 જુલાઇ સુધી દરીયામાં બોટની અવર જવર ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
દરમ્યાનમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે અને વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે, જો કે તકેદારીના ભાગરુપે હાલારના બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ માચ્છીમારોને પણ દરિયો નહીં ખેડવાની સુચના આપી દેવામાં આવી છે.