હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં કારણે લોકોનાં મનમાં ભયનો માહોલ છે. તેમજ ચીનથી આવેલું આ વાયરસ દુનિયામાં ભારે હાહાકાર મચાવી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકડાઉનનાં કારણે તમામ પ્રકારની કરિયાણા અને મેડિકલની દુકાનો સિવાય બધી દુકાનો બંધ કરવામાં આવી છે.
તેમજ અનેક ધંધા અને રોજગાર બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ પંચમહાલમાં એક દુકાનદાર પાસેથી 1500 રૂપીઓનો દંડ લેવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર શહેરામાં તંત્ર દ્વારા જાહેર કરેલા જાહેરનામા મુજબ તમામ દુકાઓ બંધ રાખવાનો તેમજ ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે બાદ શહેરામાં આવેલી એક દુકાન નિયમોનું ઉલ્લંઘન કરીને ખૂલી જોવા મળતા પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.