ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના અધ્યક્ષ પદ પરથી શશાંક મનોહરે રાજીનામું આપી દીધુ છે. ડિપ્ટી ચેરમેન ઈમરાન ખ્વાજાએ નવા અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી અધ્યક્ષની જવાબદારી સંભાળવાની તૈયારી દર્શાવી છે.
શંશાક મનોહરના રાજીનામા બાદ હવે નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા આગામી સપ્તાહની અંદર હાથ ધરવામાં આવી શકે છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સાહનીએ જણાવ્યું કે, આઈસીસી બોર્ડ અને કર્મચારીઓ અને સમગ્ર ક્રિકેટ પરિવાર તરફથી હું શશાંક મનોહરને તેમના નેતૃત્વ અને આઈસીસી ચેરમેનના રુપમાં રમત માટે કરવામાં આવેલ કામગીરી માટે અભિનંદન પાઠવું છું.
આ ઉપરાંત આઈસીસીના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજાએ જણાવ્યું કે, આઈસીસી બોર્ડમાં દરેક પોતાના રમત પ્રત્યે જે કટિબદ્ધતા દર્શાવે છે તેમના માટે તે શશાંક મનોહરને અભિનંદન પાઠવે છે.
તો બીજીબાજુ આઈસીસીના નવા ચેરમેન માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કોલિન ગ્રાવેસ અને બીસીસીઆઈ અધ્યક્ષ ગૌરવ ગાંગુલીનું નામ હાલ ચર્ચામાં છે.