ગુજરાતમાં દારુબંધી માત્ર નામની જ હોય તેવા અનેક વખત આક્ષેપો થઈ ચુક્યા છે અને દારુબંધીના લીરેલીરા ઉડ્યા હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે ચાલી રહેલ લોકડાઉનમાં પણ બુટલેગરો દ્વારા દારુનો સપ્લાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP)ના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ વીડિયોના માધ્યમથી કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આજે વર્ષોથી કૃત્રિમ દારુબંધીની નીતિ ચાલી રહી છે. જે દારુબંધીની વાત કરવા માટે કોઈ હિંમત નથી કરતું.
હું આજે ગુજરાતની જનતાને કહેવા માંગું છું કે મહેરબાની કરીને આ ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર પટેલ સાહેબ ખુશ થાય છે. આખું યુવાધન ખતમ થઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કર્યો હતો. જુઓ તેમણે વીડિયોના માધ્યમથી સરકાર પર દારુબંધીને લઈ શું આક્ષેપ કર્યા.
https://twitter.com/ShankersinhBapu/status/1258413786475659265?s=20