પાટણ જિલ્લાના રાધનપુરમાં લોકડાઉનને પગલે ફસાયેલા પરપ્રાંતિય મજૂરોના વહારે સેવાભાવી લોકો આવ્યા હતા. રાજસ્થાનના અલવર જિલ્લાના ૪૦ જેટલા મજુરો કચ્છથી પગપાળા રાધનપુર તરફ આવી રહ્યા હતા.
ત્યારે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ પાસે સેવાભાવી પરમાભાઇ ચૌધરી પોતાનું ટ્રક લઈને આવતા હતા. તે દરમ્યાન તેમની નજર આ શ્રમિકો ઉપર પડતા તમામ મજૂરોને પોતાના ટ્રકમાં રાધનપુર લાવવામાં આવ્યા હતા.અત્રે આવેલા જીઆઇડીસીના તમામ લોકોને સેવાભાવી લોકોએ જમવાની વ્યવસ્થા કરી આપી હતી.
જ્યાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ નાયબ કલેક્ટર પાસેથી મંજુરી મેળવી ધારાસભ્ય અને અન્ય સેવાભાવી લોકોના સહયોગથી ૪૦ પરપ્રાંતિય મજૂરો પાસે ભાડાના પૈસા ન હોવાથી લક્ઝરી બસનું ૬૫ હજાર રૂપિયા ભાડું રાધનપુરના સેવાભાવી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ડો.દેવજીભાઈ પટેલ, ડો આનંદ પટેલ, રમેશભાઈ ગોકલાણી સહિતના સેવાભાવી લોકો દ્વારા મજૂરોને લક્ઝરી બસ મારફતે માદરે વતન રાજસ્થાન ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.