પોરબંદર જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમ દ્વારા લોકોને કાયદા અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ સી ટીમ દ્વારા સીનીયર સીટીઝન અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોનો સંપર્ક કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ ઉપરાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર પોલીસ જિલ્લા વડા ડો.રવિ મોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ શહેરનાં અલગ- અલગ વિસ્તારોમાં સીનીયર સીટીઝનની મુલાકાત લેવા ઉપરાંત ઝુપડપટ્ટીમાં રહેતા લોકોનાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત છે. આ ટીમનાં મહિલા અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા સીનીયર સીટીઝનની મુલાકાત કરવામાં આવી હતી.
તેમજ તેમની સાથે લોકદરબાર યોજી તેઓનાં પ્રશ્નો અને ફરિયાદોનું ત્વરીત અને સાનુકુળ રીતે નિકાલ કરી આપવા યોગ્ય સલાહ સુચન આપવામાં આવ્યાં હતાં તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને તેઓનાં બાળકોની સાર-સંભાળ રાખવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓને તેમના અધિકાર અને રક્ષણ માટે જાગૃતિ આવે તે અંગેનો પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને તાત્કાલીક કોઇપણ જરૂરીયાત ઉભી થાય તો નજીકનાં પોલીસ સ્ટેશનની સી ટીમનો સંપર્ક કરવા અથવા મહિલા હેલ્પલાઇન નંબર ૧૮૧ તથા ૧૦૦ નંબર ઉપર જાણ કરવા જણાવ્યું હતું.