એન્ડ્રોઇડ મોબાઇલ યુગમાં લોકોમાં સેલ્ફીનું ચલણ વધી રહ્યુ છે. સર્ચ એન્જિન Googleએ આજ સંદર્ભે કરેલા એક ગ્લોબલ રિસર્ચમાં ખુલાસો થયો હતો કે, સારી સેલ્ફી લેવા માટે અમેરિકા અને ભારતમાં ફિલ્ટર- ફોટો વધારે સુંદર બનાવવાની ટેકનીકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જોકે રિસર્ચ રિપોર્ટમાં ભારતીય બાળકો પર ફિલ્ટરની અસરને લઇને વધારે ચિંતા વ્યક્ત નથી કરાઇ. આ ગ્લોબલ રિસર્ચ મુજબ મોબાઇલમાં ફ્રન્ટ કેમેરાથી 70 ટકાથી વધુ (સેલ્ફી) તસવીરો ખેંચવામાં આવે છે. ભારતીયોમાં સેલ્ફી લેવા અને તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ચલણ ભારે છે અને એમાં પણ પોતાને સુંદર દેખાડવાના ક્રેઝમાં ફિલ્ટરનો ઉપયોગ વધ્યો છે.
રિસર્ચના પરિણામો મુજબ ભારતીય મહિલાઓ, ખાસ કરીને સેલ્ફી સુંદર બનાવવા માટે હમેશા ઉત્સાહિત રહે છે અને આ માટે તેઓ અનેક ફિલ્ટર એપ તથા એડિટિંગ ટૂલ્સનો બહોળો ઉપયોગ કરે છે. આ માટે પિક્સ આર્ટ અને મેકઅપ પ્લસનો ઉપયોગ બહુ જ પ્રચલિત થયો છે. યુવાવર્ગમાં સ્નેપચેટનો ઉપયોગ વધ્યો છે.