થોડા મહિના પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ફરાહ ખાન એક ફિલ્મની યોજના બનાવી રહી છે જેમાં તે રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માને કાસ્ટ કરવા માંગે છે. તે સમયે કાસ્ટિંગ વિશે કંઇ કન્ફર્મ થયું ન હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ફરાહે રિતિક અને અનુષ્કાને તેમની ફિલ્મ માટે સાઇન કરી દીધા છે. આ ફિલ્મનું શૂટિંગ 2020 ની શરૂઆતમાં કરવામાં આવશે, જ્યારે તે 2021 માં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે રોહિત શેટ્ટીનું નામ પણ આ ફિલ્મ સાથે સંકળાયેલું છે, જે સતત બ્લોકબસ્ટર મૂવીઝ આપવા માટે જાણીતા છે.
ફરાહ આ ફિલ્મને ડાઈરેક્ટ કરશે, જ્યારે રોહત શેટ્ટી ફિલ્મને પ્રોડ્યુસ કરશે. જોકે ફિલ્મનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 1982 ની હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેક હશે. રિતિક અને અનુષ્કાના વર્કફ્રન્ટ વિષે વાત કરીએ તો તાજેતરમાં જ રિતિકની ફિલ્મ વોર રીલીઝ થઈ છે જ્યારે અનુષ્કા ગયા વર્ષે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. અનુષ્કાએ આ ફિલ્મ પછી કોઈ પણ ફિલ્મ સાઇન કરી નથી. જો અનુષ્કા ફરાહની ફિલ્મ માટે સંમત થઈ ગઈ છે, તો આ ફિલ્મ દ્વારા તે એક વર્ષ પછી મોટા પડદે દેખાશે.