જ્યારે પણ વાત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આવે તો મગજમાં પ્રભાસ, વિજય, તેજા, જુનિયર એનટીઆર અને બ્રહ્માનંદન જેવા ટોપ સ્ટાર્સનું નામ જ આવે છે. જોકે, આજે અમે તમને એક એવા એક્ટર વિશે જણાવી રહ્યાં છે. જે સાઉથનો સૌથી પાવરફુલ સ્ટંટ પર્ફોર્મર હતો. જોકે, એક દુર્ઘટનાએ તેની જિંદગીમાં ઉથલપાથલ લાવી દીધી હતી. આ એક્ટર મોટ્ટા રાજેન્દ્રન છે. તમે જેમને સાઉથની અનેક ફિલ્મ્સમાં વિજયથી લઈને પ્રભાસ સાથે સપોર્ટિંગ અને કોમિક રોલમાં જોયા હશે. જોકે, રાજેન્દ્રન સાઉથના એક ફેમસ સ્ટંટમેન છે. રાજેન્દ્રને 500થી વધારે સાઉથની ફિલ્મ્સમાં સ્ટંટ ડબલ તરીકે કામ કર્યું છે.
આ પછી તે એક્ટિંગની દુનિયામાં ઉતરી નેગેટિવ રોલથી લઈને કોમિક અને ઈમોશનલ રોલ કરીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી. એક સ્ટંટ દરમિયાન થયેલી દુર્ઘટનાએ તેમને એક ડિસઓર્ડર આપ્યું છે. જેનું નામ છે એલોપીસિયા યુનિવર્સેલિસ છે આ એક એવો ડિસઓર્ડર છે. જેમાં શરીરના દરેક વાળ હંમેશા માટે ગુમાવવા પડે છે.
એક સ્ટંટ સીનના શૂટિંગ દરમિયાન રાજેન્દ્રનને એક તળાવમાં કૂદવાનું હતું. જોકે, જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેના શરીરના દરેક વાળ ગુમાવવા પડ્યા હતાં. એ તળાવની પાસે જ ફેક્ટરીમાંથી નીકળેલું કેમિકલ તળાવના પાણીમાં ભળેલું હતું. રાજેન્દ્રન સાઉથના દરેક ડિરેક્ટર-પ્રોડ્યૂસરથી લઈને સુપરસ્ટાર્સની પસંદ છે. ઈન્ટરનેટ પર રહેલા આંકડાઓ અનુસાર, રાજેન્દ્રન ફી તરીકે એક દિવસના લાખો રુપિયા લે છે.