સૌરાષ્ટ્રની 4500 જેટલી શાળાઓની નવા શૈક્ષણિક સત્રની ફી નક્કી કરવાની કાર્યવાહી હાલમાં ફીનિર્ધારણ કમિટી દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે 10 જિલ્લાની 4500 જેટલી શાળાઓ દ્વારા પોતાનાએફિડેવિટ રજૂ કરવામાં આવ્યા છે. જે પૈકી બે હજાર જેટલી શાળાઓએ 5થી લઈ 25 ટકા જેટલા વધારાનીમાંગ કરી છે. આ માટે શાળાઓ દ્વારા કોરોનાના કપરા કાળને કારણે બે વર્ષથી ન થયેલો ફી વધારો,મોંઘવારી આ ઉપરાંત શિક્ષકોના પગાર વધારવા તેમજ કોરોના કાળમાં કેટલાક વિદ્યાર્થીઓની નઆવેલી ફીનું કારણ અપાયું છે. જો કે કમિટી દ્વારા વિવિધ મુદ્દે ચકાસણી બાદ જુલાઈ મહિનાની શરૂઆતમાંઆ અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંગે ફી નિર્ધારણ સમિતીના સભ્ય અજય પટેલના જણાવ્યા મુજબ,રાજકોટ ઝોનના 10 જિલ્લાઓમાં 5 હજાર જેટલી શાળાઓ આવેલી છે. જેમાં 4500 શાળાઓ પોતાના સોગંદનામા સાથે FRC સ્લેબમાં આવે છે.
આ પૈકી બે હજાર જેટલી શાળાઓએ ફી વધારાની માંગ કરી છે.શાળાઓએ 5 ટકા થી લઇને 25 ટકા સુધી ફી વધારાની માંગ કરી છે. જો કે ફી નિર્ધારણ સમિતી દ્રારા જેશાળાએ વધારો માંગ્યો છે તે શાળાના હિસાબોની ચકાસણી કરવામાં આવશે. અને ત્યારબાદ યોગ્યજણાશે તો વધારો મંજુર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મળેલા એફિડેવિટ મુજબ, રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ,દેવભૂમિ દ્રારકા, મોરબી, પોરબંદર અને ભાવનગર જિલ્લાની શાળાઓ દ્વારા ફીવધારવા માટે માંગ કરવામાં આવી છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ રાજકોટ-સૌરાષ્ટ્ર ઝોનની 3500સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી હતી. તે સમયે ફી નિર્ધારણ કમિટી દ્વારા 1200 સ્કૂલોમાં 5 ટકા થી 10 ટકાજેટલો વધારો મંજુર કરાયો હતો. જેમાં પણ રાજકોટ ઝોનની 15 હજારથી ઓછી ફી ધરાવતી 60 ટકા સ્કૂલોને 5 થી 10 ટકા ફી વધારવા માટે પરવાનગી આપવામાં આવી હતી.