દીવના સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ અને કુલ આઠ મેમ્બરો છે. સરપંચ શંકર ભગવાન સભ્યો શશીકાન્ત જીવા, ડો.ભરત રામજી, મેઘજી લાખા, કાંતાબેન મેઘજી, દિવાળીબેન રામજી, દમયંતિબેન નાનજી, ભારતીબેન શામજી, તુષ્ણાબેન વિનોદનો સમાવેશ થાય છે અને બે જીલ્લા ન ન ૪ પંચાયતના સભ્યો રામજી બામણીયા ને અને ઉમેશ રામા છે. આ સરપંચ, સભ્યો અને જીલ્લા પંચાયતના બે સભ્યો અપક્ષ તરીકે ચૂંટણીમાં વિજેતા સરપંચ સભ્યો અને જીલ્લા પંચાયતનો એક સભ્ય મૂળ ભાજપના જ હતા થોડા મનદુઃખના કારણે અપક્ષ જેલમાં સબડતા દીવ જીલ્લાના તરીકે ઉમેદવારી નોંધાવી અને વિજેતા તરીકે ઉમેદવારી નોંધાવી અને વિજેતા બન્યા હતા.
આજરોજ પ્રભારી વિજયાબેન રાહટકરજી અને પ્રદેશ અઘ્યક્ષ દિપેશ ટંડેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સાંસદ લાલુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો અને ઘરવાપશી કરી અને આ પ્રસંગે દીવ જીલ્લા પંચાયતના બે સભ્યોએ પણ ભાજપને સમર્થન આપ્યુ સાથે સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ફરી ભાજપમાં જોડાઈ અને ખુશી વ્યક્ત કરી ખેસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંસદ લાલુભાઈ પટેલને ગામની મહિલાઓએ પાકિસ્તાની માછીમારોની વ્યથા રજૂ કરી અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જેલમાં સબડતા હોય જેથી વડાપ્રધાન મોદીને કાર્યવાહી કરવા અને માછીમારોને જલ્દીથી છોડાવો તેવી રજૂઆત કરી હતી.