કેદારનાથ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સારાઅલી ખાન કોઇના કોઇ કારણોના લીધે ચર્ચામાં રહેતી હોય છે…….તેને બે ફિલ્મોમાં કામ કર્યુ છે પરંતુ તેની પણ સંઘર્ષની કહાની છે…. …સિંબા અને કેદારનાથ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદથી જ સારા દર્શકોની વચ્ચે પોતાની ખાસ છાપ છોડી ચૂકી હતી. ઘણાં લોકોએ કહ્યું કે, સારા સૈફ અલી ખાનની દીકરી છે માટે તેને તો સરળતાથી ફિલ્મ મળી જાય છે. જોકે એવું નથી. સારાને એમ જ ફિલ્મ નથી મળી. તેના માટે તેણે ઘણી મહેનત કરી. પહેલા તો ખુદ પર કામ કર્યું. પોતાની સ્કિલ્સ પર કામ કર્યું અને પછી પહોંચી ગઈ ડાયરેક્ટર્સ પાસે કામ માગવા માટે…………
રોહિત શેટ્ટીએ ખુલાસો કર્યો કે, સારાએ હાથ જોડીને કામ માગ્યું હતું. રોહિત શેટ્ટી મનીષ પોલના શો મુવી મસ્તી વિથ મનીષ પોલમાં રોહિત શેટ્ટીએ વાત કરતા જણાવ્યું કે, થયું એવુ કે સારાએ મને મેસેજ કરવાનું શરૂ કર્યું. એક વાર નહીં વારંવાર મેસેજ કર્યા. કહ્યું સર મને ફિલ્મ આપો ને. પરંતુ મે પહેલા તો જવાબ ન આપ્યો. પછી ફરીથી મેસેજ આવ્યો તો મે કહ્યું કે આવી જા. મને લાગ્યું કે સૈફની દીકરી છે તો બોડીગાર્ડને એવું બધુ સાથે લઈને આવશે……….લોકો કહે છે કે, સ્ટારના સંતાનોને આસાનાથી કામ મળી જાય છે. હું એની સામે બેઠો હતો અને તેણે મારી સામે હાથ જોડીને કહ્યું સર મને કામ આપો.