બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે, બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં તથા આર્મ્સ કેસમાં જોધપુર જીલ્લા અને સેસન્સ કોર્ટનાં ન્યાયાધિશ રાઘવેન્દ્રની કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જે અંતર્ગત સલમાન વતી તેનાં વકીલ હસ્તીમલ સારસ્વત કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતાં.
કાળિયાર શિકાર કેસમાં એસીજેએમ ગ્રામીણ કોર્ટની 5 વર્ષની સજા વિરૂદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની અપીલ તથા આર્મ્સ એક્ટમાં સલમાનને મુક્ત કરવા વિરૂદ્ધ રાજ્ય સરકારની અપીલ સહિત કેસ પર સોમવારે જિલ્લા તથા સેશન કોર્ટ જિલ્લા જોધપુરમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આગામી સુનાવણી વખતે અભિનેતા સલમાન ખાને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટ સુચના આપી કે, આગામી 28 સપ્ટેમ્બરનાં દિવસે કોર્ટમાં સુનાવણી શરૂ કરવાની છે, આ દરમિયાન કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આપને જણાવી દઇએ કે કાળિયાર કેસમાં આરોપી બોલીવુડ અભિનેતા સલમાન ખાનને જોધપુરના સીજેએમ ગ્રામીણ કોર્ટે કાળિયાર કેસના દોષી ગણાવતાં 5 વર્ષની સજા સંભળાવી હતી.