ભુજમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાદી ભંડાર માંથી લોકોએ લગભગ એક લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજની ખરીદી કરી હતી. ખાદી બાગના અધિકારીઓના કહ્યા મુજબ રાષ્ટ્રધ્વજમાં અનેક સાઇઝ આવે છે. અને જુદી જુદી જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવે છે. નાના બાળકો માટે હોય કે જાહેર સ્થળોમાં ધ્વજવંદન માટે જોઈતા હોય સરકારી કચેરીઓમા પણ ધ્વજવંદન માટે રાષ્ટ્રધ્વજની ખરીદી કરાતી હોય છે. એ રીતે ખાદી બાગ વર્ષોથી કચ્છની જનતાને રાષ્ટ્રધ્વજ પુરા પાડે છે. સાથે-સાથે 15મી ઓગસ્ટના પવઁ સમયે લોકોને દેશભક્તિને સલામ કરી સન્માન માટે ખાદીની ખરીદી કરી રહ્યા છે. ખાદીમાં રેડીમેન્ટ આવતા કુર્તા પાયજામા રૂમાલ વગેરેની ખરીદી ખાસ કરે છે. અને 15મી ઓગસ્ટને અનુલક્ષીને લોકોને રોજીરોટી મળે તે માટે અનેક લોકો અવશ્ય દર વર્ષે ખાદી ખરીદી કરે છે. અને એવા કારીગરોને અને જરૂરિયાત મંદ લોકોને જેમણે આ ખાદી વણીને તૈયાર કરી છે તેવા લોકોને મદદરૂપ થવા માટે અનેક લોકો આગળ આવી અને ખાદી ભંડાર માંથી ખરીદી કરે છે.