– રાજયમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરિયા જેવા રોગોએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. ભારે વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા હોસ્પિટલો હાલ દર્દીઓથી ઉભરાઈ છે. જેને લઈ લખતરના કેન્ટીનપરા મફતિયાપરા, ભૈરવપરા વિસ્તારને હાઈ રીસ્ક ઝોનમાં મુકવામાં આવ્યા છે. રોગચાળો વધતા તંત્ર સફાળુ જાગ્યું છે અને લખતરના નવિફળી ઓડશેરી વિસ્તારમાં તંત્ર દ્વારા ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરોના ઉપદ્રવને ડામવા અને લોકોને બિમારીઓથી બચાવવા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ, ટેબલેટોનું વિતરણ, ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ગટરના પાણી ભરાયેલા હોય તેવા સ્થળોએ ગટરના પાણીની નિકાલની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.