સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બગીચા વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ ગોહિલના ઘરે ૧૩ દિવસ પહેલા વ્યાજખોરો મોડીરાત્રે પરિવારની હાજરીમાં ખરાબ વર્તન કરવાથી ભાર્ગવભાઈને લાગી આવતા રૂમમાં અંદર જઈને પાંખ સાથે લટકીને ગળેફાસોખાઈને જીવન ટૂંકાવ્યું હતું. જોકે બી ડિવિઝન પોલીસ મથકે વકીલ સહિત ૭ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી હતી.હિંમતનગરના બગીચા વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા ભાર્ગવભાઈ ગોહિલ અને વ્યાજ ને લઈ માનસિક તણાવમાં રહેતા અને દરજી કામ ઘરે કરવા લાગ્યા હતા. જોકે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીને લઇ ભાર્ગવભાઈએ દરજી કામ સરસામાણઘરે લાવીને કરવા લાગ્યા હતા. તા. ૨૪ માર્ચ આદિનાથ વિસ્તારમાં રાત્રે વકીલ ભરત બારોટએ દરજી કામ કરતા ભાર્ગવભાઈને બોલાચાલી કરી અને મારમાર્યો હતો. ત્યાર બાદ વકીલ ભરત બારોટે મફતમાં કપડાંનું સિલાઈ કરાઈ જતો હતો.
અને અવનવાર ધમકીઓ આપતો હતો. જોકે ૧૩ દિવસ પહેલા વ્યાજખોરો ઘરમાં આવીને ધમાલ કરી હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. વધુહેરાન સહન ના થતા ભાર્ગવભાઈ ગોહિલે માનસિકત્રાસથી આવીને મોડી રાત્રે ઘરના સભ્યો સુઈ જતા ત્યારપછી રૂમમાં જઈનેપંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે પત્ની મીતાબેન ગોહિલેને જોતા ત્યારે ભાર્ગવભાઈ પાંખ સાથે લટકતાજોતા ૧૦૮ બોલાવી મૃતક યુવકને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસ ઘટના સ્થળે પોહીચીને તાપસ હાથ ધરી હતી. જોકે પુરાવા ના હોવાથી પોલિસે અકસ્મિતાનો ગુન્હો નોંધ્યો હતો. ત્યાર બાદ મોબાઈલમાં ઓડિયો કલીપમાં ધમકીઓ અને અપશબ્દો બોલતા પરિવારને હાથ લગતા ત્યાર બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.