સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ-તલોદ ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય દ્રારા ભાંખરીયા તળાવ અને આંગણવાડી પાસે નાખવામા આવતો કચરો દૂર કરવા માટે પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી ને લેખીત માં રજુઆત કરી .પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્રારા પ્રાંતિજ ભાંખરીયા તળાવ અને અમીનપુર જવાના રોડ ઉપર આવેલ આંગણવાડી ગોપીનાથ સોસાયટી પાસે રહેણાંક વિસ્તાર પાસે પ્રાંતિજ ગામમાંથી ભેગો કરવામા આવેલ ગંદકચરો નાખવામા આવતા દુર્ગંધ મારે છે તો ભાંખરીયા તળાવ મા નાખવામા આવતા તળાવ નુ પાણી દુષિત થવાની શકયતા છે
તળાવ મા કચરો ઠલવાતા તળાવ પુરાતુ જાય છે તો તળાવ પુરાતા તળાવ મા પાણી નો સંગ્રહ પણ ઓછો થશે તો હાલતો તળાવ અને અમીનપુર રોડ ઉપર પ્રાંતિજ ગામમાથીગામમાંથી ઉઠાવેલો ગંધ કચરો આ બન્ને જગ્યાએ ઠલવવામા આવતા અહીંથી પ્રસાર થતા લોકો ને દુર્ગંધ મારતા નાક ના ટેકવા પડ ચડી જાય છે ત્યારે પ્રાંતિજ-તલોદ કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા બન્ને જગ્યાએ ઠલવવામા આવતો કચરો દુરકરવા આ અંગે ની લેખીત માં પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા ને રજુઆત કરવામા આવી છે
