ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા સા.કાં. ડીડીઓને આપવામાં આવેલ આવેદન પત્રની વિગત મુજબતા.21-10-21 ના રોજ થી મંડળ દ્વારા હડતાળ કરવાની જાહેરાત કરાતા પંચાયત મંત્રી દ્વારા તા.20-10-21 ના રોજ બેઠકકરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ પંચાયત વિભાગદ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ થયો નથી. જેથી મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાંહેધરી આપેલ આશ્વાસન ખોટુ ફલિત થઇ રહ્યુ છે. ઇ-ગ્રામ વીસીઇને એક રૂપિયો પણ પગારઆપવામાં આવતો નથી અને રાજ્યના 13 હજાર જેટલા વીસીઇનું શોષણ કરાઇ રહ્યું છે.
અધિકારીઓ દ્વારા દબાણ આપીનેરજાના દિવસે તથા રાત્રે પણ કામ કરાવાય છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે. હાલમાં બિનકાયદેસર રીતે વીસીઇના આઇડી રીસેટ કરીને બદલી દેવાયા છે અને છૂટા કરવા માનસિક ત્રાસ અપાઇ રહ્યો છે. જેથીતા.11-05-22 ના રોજથી તમામ ગ્રામ પંચાયત વીસીઇની ચાલી રહેલ હડતાળ બાબતે ગુજરાત સરકાર દ્વારા માંગણીઓબાબતે કોઇ નિર્ણય ન લીધો હોવાથી અને તા.25-05-22 સુધી સરકાર દ્વારા કોઇ નિર્ણય નહીં કરાય તો ઇ-ગ્રામ સોસાયટીનારચયિતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.28-05-22 ના રોજ ગુજરાત આવી રહ્યા હોઇ રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઇ રાજીનામું આપવા માટે જશે તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.