સાબરકાંઠા જિલ્લાના આર બી એસ કે માં પોતાનાં વાહનો ભાડે ફેરવનારા વાહન માલિકોએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળનુંએલાન કરી દીધું છે. ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા તેમનું શોષણ કરાતું હોવાની વાતને લઈને તેમણે આ હડતાળનું એલાન કર્યુંછે. ત્યારે જીલ્લા પંચાયતનાં અધિકારીઓએ પણ આ સમગ્ર મુદ્દે હાથ ઊંચા કરી દીધા છે. સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારાઆરોગ્ય, આઈ.સી.ડી.એસ અને પશુપાલન સહિતના વિભાગોની વાહનોની જરૂરીયાત પૂરી કરવા માટે જગદંબા એજન્સી નામની ટ્રાન્સપોર્ટેશન એજન્સી નિયત કરવામાં આવી છે.
જો કે આ એજન્સી જીલ્લા પંચાયત પાસેથી વાહન ચાલકોના નામે૨૨૫૦૦ રૂપિયા વસુલીને વાહન ચાલકોને માત્ર ૧૪,૮૦૦ જેટલી નજીવી રકમ ચૂકવી રહી છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના આર બી એસ કે યોજના હેઠળ પોતાની ઇકો ફેરવી રહેલા ૪૦ થી વધુ ઇકો ચાલકોએ આજે પોતાની ઇકો જીલ્લા પંચાયત આગળ ખડકી દીધી હતી.