સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ મત્સ્યોદ્યોગ ખાતે આ વર્ષે મીઠા પાણીની માછલીઓનો ૭૮ લાખ ઉછેર કરવામા આવ્યો છે. તો ચાલુ સાલે ૩૦ હજાર જેટલી રંગીન માછલીઓનુ પ્રોડક્શન થયુ છે. જેમાથી ૧૦ હજાર નંગ ગપ્પી માછલીઓ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરીયા કન્ટ્રોલ માટે સપ્લાય કરવામા આવી છે. પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના માર્કડેશ્વર મહાદેવ મંદિર બોખ પાસે આવેલ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરી મત્સ્યોદ્યોગ ખાતુ ગુજરાત રાજ્ય દ્રારા ચાલુ સાલે વિવિધ માછલીઓનુ ઉત્પાદન કરવામા આવ્યુ છે. જેમા મીઠા પાણીની માછલીઓ સહિત રંગીન માછલીઓનુ પણ ઉત્પાદન કરવામા આવેલ છે. જેમા આવર્ષે મીઠા પાણીની ઈન્ડિયન મેજર કાર્ય, કતલા, રોહૂ ૭૮ લાખ ઉછેર માટે મુકેલ છે જે કામગીરી હાલ પ્રગતિમા છે.
જેમા રંગીન માછલીઓ જેવીકે ગોલ્ડ ફ્રિસ, પોઇ તારક, એન્જલસ ફ્રિસ, ફ્લાવર ઓન, બર્ફી, મોંલી, પ્લેટીન, જેવી જુદીજુદી વેરાયટીઓનો માછલીઓનો ભીડીંગ ઉછેર કરવામા આવે છે. રંગીન માછલીઓ અમદાવાદ ખાતે માછલીધર મત્સ્યોદ્યોગ ખાતાનુ કાંકરીયા ખાતે માછલી ધરોમાં અને ગાંધીનગર ખાતે મોકલવામા આવે છે. તો કતલા, રોંહૂ પીગલીંગ સ્ટેજ નો ઉછેર થયેલ સાબરકાંઠા જિલ્લાના જુદાજુદા જળાશયોમાં આદિવાસી અને બીન આદિવાસી વિસ્તારોમાં રહેલ જળાશયોમાં સ્ટોકીંગ કરવામા આવે છે. રંગીન માછલીઓનુ ચાલુ વર્ષે અંદાજીત ૩૦ હજાર નંગ જેટલુ પ્રોડક્શન થયેલ છે જે પૈકી દશ હજાર નંગ ગપ્પી માછલીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરીયા, કન્ટ્રોલ માટે સપ્લાય કરવામા આવી છે.
