ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે અખાત્રીજના દિવસે 500 થી વધુ ટેકેદારો સાથેકમલમ પહોંચી ભાજપમાં જોડાનાર હોવાની આધિકારીક પુષ્ટિ થઈ ગઈ છ. ખેડબ્રહ્મા વિધાનસભાબેઠકના દોઢ દાયકાથી સક્રિય કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ સાથે સ્થાનિક અને પ્રદેશની કોંગ્રેસદ્વારા અવારનવાર માનહાનિ થાય તેવી સ્થિતિ પેદા કરાયા બાદ છેલ્લા એકાદ વર્ષથી અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી.
અક્ષય તુતીયા ના પવિત્રદિવસે અશ્વિન કોટવાલ કેસરિયા ધારણ કરશે. ત્યારે આજે વિજય મુર્હતમાં કોટવાલ ભાજપમાં જોડાશે.૨૦૦ થી વધુ ગાડીઓ, ૮૦૦ થી ૧૦૦૦ કાર્યકરો, શક્તિ પ્રદર્શન સાથે મોટી સંખ્યામાં નિકળશે. કોંગ્રેસનાહોદ્દેદારો સહિતના લોકો પણ કાફલામાં જોડાશે. ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના ના કાર્યકરો પણ સામેલ થશે. રાજ્ય કક્ષાના પુરવઠા પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમાર પણ કોટવાલ સાથે કમલમ પહોચશે.