ગુજરાતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની કફોડી હાલત થઈ છે. બીજી તરફ વરસાદ ખેંચાતાં સાબરકાંઠા જીલ્લાના હિમતનગર સહિતનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. તો બીજી બાજુ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે જેને લઈને હિંમતનગર તાલુકાના કાટવાડમાં ભગવાન શિવને પાણીમાં ડુબાડ્યા હતા. ગામલોકોએ એક કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી ગામના બોરમાંથી પાણી લાવી શંકરને પાણીમાં ડુબાડ્યા હતા. એક કિલોમીટર દૂર આવેલી હાથમતી નદીમાં મંદિરનુ પાણી પહોંચ્યુ છે
ત્યારે ગામની માન્યતા પ્રમાણે હાથમતી નદીમાં શિવને ચડાવેલા પાણીની ધારા પહોંચે તો વરસાદ આવે ત્યારે આખુ ગામ શિવને પાણીમાં અકળાવા મંદિરે પહોંચ્યુ હતું અને વરસાદ માટે ભોળાનાથને પ્રાથના કરી હતી.
