આજનો યુગે સામાન્ય ગ્રામ પંચાયત ની ચુંટણી માં જીત મેળવનારા ઉમેદવારો પાંચ વર્ષમાં લાખોરૂપિયાની કમાણી કરે છે ત્યારે ખેડબ્રહ્મા વિજયનગર ના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહી ચૂકેલા જેઠાભાઇરાઠોડ આજની તારીખે પણ બીપીએલ ધારાસભ્ય તરીકે જીવન રહ્યા છે. પાંચ દીકરાઓ તેમજ પાંચપુત્રવધૂઓ નો પરિવાર ધરાવનારા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ ઝંખી રહ્યા છે ત્યારેસમગ્ર જીવન નીતિમત્તા ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવ્યા હોવા છતાં આજની તારીખે રાજ્યસરકાર દ્વારા અપાતા બીપીએલ કાર્ડ નો લાભ મેળવી જીવન વ્યતીત કરી રહ્યા છે ત્યારે ગુજરાત સહિતદેશના તમામ ધારાસભ્યો માટે જેઠાભાઇ રાઠોડ નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણબની રહ્યું છે તેમને સમગ્ર જીવન અન્યોના ની સેવા માટે વ્યતિત કર્યું છે ગુજરાત વિધાનસભામાંખેડબ્રહ્મા ના ધારાસભ્ય રહી ચૂકેલા ધારાસભ્ય જેઠાભાઇ ઠાકોર હાલ માં સમગ્ર ગુજરાત ના એકમાત્રબીપીએલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બની રહ્યા છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્મા ના ધારાસભ્યપદે રહેલા જેઠાભાઇ ઠાકોર સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવારતરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા
તેમજ એસ.ટી.બસમાં ખેડબ્રહ્મા થી ગાંધીનગરજતા હતા દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચ વર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામ ને પ્રાધાન્ય આપ્યું હતું જેનેલોકો આજે પણ યાદ રાખે છે આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પરપ્રવાસ કરી લોકોના સુખદુઃખ મ ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકારદ્વારા નથી કોઈ સહાય. આવા ધારાસભ્ય ની આજના નેતાએ શીખ લેવાની જરૂરી છે. સાબરકાંઠાજિલ્લામાં એસ.ટી અનામત બેઠક તરીકે ખેડબ્રહ્મા વિધાનસભા આઝાદી થી આજ દિન સુધી કેટલાયધારાસભ્યો મેળવી ચૂકી છે જોકે સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈ ઠાકોર નું નામ વિશેષ રીતે જાણીતું છે 1967થી 1971 સુધી ખેડબ્રહ્મા ના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ ઠાકોર સાયકલ પ્રવાસ કરીસ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતાથયા હતા તેમજ એસ.ટી.બસમાં ખેડબ્રહ્મા થી ગાંધીનગર જતા હતા દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચવર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામ ને પ્રાધાન્ય આપ્યું હતું જેને લોકો આજે પણ યાદ રાખે છે આ વર્ષોદરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખદુઃખ માંભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા નથી કોઈ સહાય મળી કે નથી પેંશનનો લાભ એક તરફ પૂર્વ ધારાસભ્ય માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય નથી મળ્યો.