સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ થી ૧૪ કિ.મી અંતરે જંગલ વિસ્તારથી ઘેરાયેલા અને ડુંગરની તળેટીમાંઆવેલા બામણા ગામે મંગળવારના વહેલી સવારે ભારતનો સૌથી ઝેરી અને ભાગ્યે જ જોવા મળતો 'Russells Viper'(રસેલવાઈપર) એટલે કે ખડચિતરો સાપ નીકળી આવ્યો હતો. બામણા ગામની પંચાલફળીમાં રહેતા અમૃતભાઈ પ્રભાભાઈ પંચાલનાબની રહેલ નવીન મકાનની અંદરના ભાગે આ સૌથી ઝેરી એવો સાડા ચાર ફૂટની લંબાઈનો માદા જાતિનો ખડચિતળો સાપજોવા મળતા પરિવારના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ખડચિતળો નામના આ ઝેરી સાપને ત્યાંના લોકોએ ક્યારેયના જોયો હોવાથી તેમજ આ અગાઉ ગામમાંથી ઘણી વખત અજગરો પકડાયા હોવાથી સ્થાનિકો અજગરોથી પરિચિત હોઈતેમણે અજગર જેવા દેખાતા આ જનાવરને લોકોએ અજગરનું બચ્ચું સમજીને તેને પકડવાનો પ્રયાસ કરતાં સાપ માંથી વિચિત્ર અવાજ આવતાં તેઓ ડરી ગયા હતા
ત્યારે ગામના જ સાપ પકડતાં જીવદયાપ્રેમી નિલેશભાઈ તડવી કે જેવો છેલ્લા છ વર્ષથીસાપ રેસ્ક્યુ કરવાનું કાર્ય કરે છે તેમને આ અંગે જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સાપને મહામહેનતે પકડી લઈકોથળામાં પુરી રાયગઢ રેન્જ વનવિભાગના પુનાસણ રાઉન્ડના બીટગાર્ડ એમ.ટી.ડાભીને સુરક્ષિત સોંપી દીધો હતો. અહીંનોંધનીય છે કે આ પ્રકારના ઝેરી સાપો સાબરકાંઠામાં ભાગ્યે જ જોવા મળે છે. ખડચિતળો નામનો સાપ ભારતમાં સૌથી મોટાદાંત ધરાવતો ઝેરી સાપ માનવામાં આવે છે. ખાસ કરીને તે ગરમપ્રદેશોમાં વધુ જોવા મળે છે. રસેલ વાઈપર સાપ ખૂબ જગુસ્સાવાળો અને વીજળીની ઝડપે હુમલો કરનાર સાપ છે. તે ત્રણ થી ચાર ફૂટ દૂર ઝેરની પિચકારી મારી શકે છે. તેનું ઝેર ફક્ત માનવશરીરને જો અડકી જાય તો તે જગ્યા સુકાઈને સુસ્ક બની જાય છે.