સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ પૌરાણિક મંદિર શ્રી ચામુડા માતાજી નો મૂર્તિ પતિષ્ઠા મહોત્સવ નાબીજા દિવસે ગામમા શોભાયાત્રા નિકળી હતી. પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે આવેલ પૌરાણિક શ્રી ચામુડા માતાજીનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ ને પ્રથમ દિવસે દેહ શુધ્ધ , પૂજા , આરતી સહિત ના કાર્યક્રમો યોજાયા હતા તો બીજાદિવસે પ્રાપ્ત પુજા ,જલયાત્રા તથા ગામમા માતાજીની મૂર્તિ ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી
તો ગામમા ઠેરઠેર ફુલો ની વરસાદ થી સ્વાગત થયુહતુ તો ત્રીજા દિવસે મહાઆરતી , મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાશે જેમા માઇ ભકતો હવન આરતી સહિત નો લાભલીધો હતો હવન ના મુખ્ય યજમાન પરેશભાઇ નટવરભાઇ પટેલ , ભગવતી બેન પરેશભાઇ પટેલ , ચિરાગભાઇ નટવરભાઇપટેલ , નિનાબેન ચિરાગભાઇ પટેલ લાભ લીધો હતો તો રાત્રીના સમયે રાસ ગરબા તથા લોક ડાયરાનુ આયોજન મંદિરવ્યવસ્થાપક કમીટી દ્રારા કરવામા આવ્યુ હતુ જયારે મંદિર નિર્માણ ના દાતા નટવરભાઇ ત્રિકમભાઇ પટેલ (U.S.A) ઉષાબેન નટવરભાઇ પટેલ (USA) દ્રારા તથા સમસ્ત સોનાસણ ગ્રામજનો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ છે