હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદના ઝાપટાંપાડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળીરહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
જિલ્લાના અનેક ભાગોમાં વહેલી સવાર થી જવાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ ભારે પવન પણ ફુકાયો હતો. વાતાવરણમાં પલટો આવતાઅશહ્ય ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. આ સથે જ ઉનાળું પાક જેવા કે મગફળી, તાલીમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રાહ છે. કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવતા જગતનો નાથ ચિંતામાં મુકાયો છે.