હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે ત્રણ પ્રાથમિક શાળાઓ આવેલી હોવા છતા હિંમતનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઈલોલમાં બે પ્રાથમિક શાળા હોવાનો મર્જ કરવા બાબતે અભીપ્રાય અપાતા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમીતી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી પ્રા.શાળા નં.૨ને પ્રા.શાળા નંં.૧માં શરતોને આધિન મર્જ કરવા આદેશ કરી તેનુ પ્રમાણપત્ર દિન -૩માં મેળવી કચેરી રજુ કરવાનું જણાવતા શાળામાં અભ્યાસ કરતા ૨૩૪ બાળકોના વાલીઓમાં શિક્ષણ વિભાગ સામે આક્રોશ સાથે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
ત્યારે ઇલોલની પ્રાથમિક શાળા મર્જ કરી બંધ કરવાનો નિર્ણય કરાતાં શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. શિક્ષણ વિભાગ સમક્ષ વર્ગ શરૂ રાખવા માંગ સ્થાનિકોએ કરી છે. તો બીજી બાજુ શાળા મર્જ કરવાના મામલે વાલીઓએ રોષે ભરાયા હતા અને ક્વોલિટી એજ્યુકેશનના નામે શિક્ષણ વિભાગ શાળાઓ બંધ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમાં જો શાળા મર્જ કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
