સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દુર્ગા વાહિની શૌર્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઑમોટા પ્રમાણમાં જોડાઈ હતી. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા દુર્ગા વાહિની શૌર્ય રેલી નું સંચાલન દુર્ગાવાહિની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. દુર્ગા વાહિની શૌર્ય રેલીમાં 100થી વધારે યુવતીઓ જોડાઈ હતી.
હિંમતનગરના મહાકાળી મંદિર પરિસરમાંથી આ રેલી નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. અને શહેરના ટાવર ચોક રેલી પૂર્ણકરવામાં આવશે. જય ભવાની જય દુર્ગે અને જય શ્રી રામ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. દુર્ગા વાહિની રેલીમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાઈ હતી.