સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ પાસે એક ટ્રક રોન્ગ સાઇડ મા ધુસી આવીને રોડ વચ્ચોવચ ફસાઈ જતા રોડની બન્ને સાઇડ મા ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો અને વાહન ચાલકો બે કલાક સુધીટ્રાફિક જામમાં ફસાયા હતા. અમદાવાદ થી ઉદેપુર નેશનલ હાઇવે ઉપર સિક્સ લેનનું ધીમી ગતિએ ચાલી રહેલ કામને લઈ નેઅવરનવર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે ત્યારે હિંમતનગર-ચિલોડા રોડ પ્રાંતિજ ના કમાલપુર પાસે ઓવરબ્રીજ ના કામને લઈને ટ્રાફિક જામ અવરનવર થતો રહે છે જયારે આજે સવારે કંપચી ભરીને જઈ રહેલ ટ્રક કમાલપુર માર્કેટયાર્ડ થી રોન્ગ સાઇડમા ધુસી જતા અને સર્વિસ રોડ ઉપર ફસાઈ જતા નાના મોટા અનેક વાહનોની લાંબી કતારો લાગી હતી
તો રોડની બન્ને સાઈડે ત્રણકિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો અને વાહન ચાલકો બે કલાક ટ્રાફિક જામ મા ફસાયા હતા જયારે પ્રાંતિજ પોલીસ નેટ્રાફિક અંગે જાણ થતા ધટાના સ્થળે દોડી જઈ હતી જયારે સર્વિસ રોડ ની વચ્ચોવચ ફસાયેલ કંપચી ભરેલ ટ્રક ને હિટાચી મશીનની મદદથી ટ્રક ને રોડ કંપચી ખાલી કરીને બહાર કાઢવામા આવ્યો હતો ત્યારે પ્રાંતિજ પોલીસ દ્રારા રોન્ગ સાઇડ મા ધુસી નેટ્રાફિક જામ કરનાર ટ્રક ને મેમો આપ્યો હતો જયારે હાલતો રોડ કોન્ટ્રાક્ટરો ની બેકારજી ને લઈ ને અવરનવર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ગરમીમા અનેકવાર ટ્રાફિક મા ફસાય છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે