જેમ જેમ જંગલોનો નાશ થઈ રહ્યો છે તેમ તેમ વન્ય જીવો માનવ વસવાટ ધરાવતા વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ છેલ્લા દશ દિવસમાં બે વખત દીપડો માનવ વસવાટમાં ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ કાંકરેજ તાલુકામાં દીપડાએ ઘૂસીને બે લોકોને ઇજા પહોંચાડી હતી. તો આજે ડીસા તાલુકાનાં ભીલડી ગામમાં દીપડાએ ત્રણ લોકો પર હુમલો કરીને ઇજા પહોંચાડી છે. આજે વહેલી સવારના સમયે ભીલડી રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં દીપડાએ ત્રણ લોકો પર હુમલો કરીનેભીલડીમાં દીપડો આવ્યો હોવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
અને જ્યાં દીપડો છેલ્લીવાર દેખાયો હતો તે સ્થળ પર લોકોનું મોટું ટોળું એકત્રિત થયી ગયું હદીપડા એક હિંસક પ્રાણી છે અને ભીલડીમાં દીપડાએ ત્રણ લોકોને ઇજા પહોંચાડી હોવાના લીધે આજે ઘટનાસ્થળ પર લોકો એકત્રિત થયા હતા.. અને આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટિમ પણ દીપડાના રેસક્યું માટે પહોંચી ગઈ હતી. મોડી સાંજ સુધી દીપડાના રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી હતી. પરંતુ દીપડો પકડાયો નહોતો.તું. ઇજા પહોંચાડતા આ ત્રણયે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
