છેલ્લા ઘણા સમયથી રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માતસર્જાવાની ઘટના બની રહી છે. ત્યારે ખાસ કરીને ગફલતભર્યા ડ્રાઈવિંગ અને ઓવર સ્પીડને કારણે આ અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ રેલ્વે અંડર બ્રીજ માં ટ્રક ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો. કપચી
ભરીને ફુલફાસ્ટ જઇ રહેલ ટ્રક ચાલક રેલ્વે અંડર બ્રીજમાં ધુસી જતાંઅંડર બ્રીજ ના વચ્ચેના બીમ સાથે અથડાયો હતો. અકસ્માતને પગલે ટ્રકનો આગળ નો ભાગ કુચડો થઈ ગયો હતો. અકસ્માતમાં ડ્રાયવર કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો.