સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ડમ્પિંગ સાઇટના કચરામાં આગ લાગી હતી. ડમ્પિંગ સાઇટ પશુઓ રાખવાની કાંટાની વાડબળી ગઈ, પશુઓ ન હોવાથી જાનહાની ટળી ગઇ ખેડબ્રહ્મા પાલિકા દ્વારા જૂના ગોતા રોડ ઉપર ડમ્પિંગ સાઇટ બનાવીછે.જેમાં બુધવાર રાત્રિના સમયે આગ લાગી હતી જે બીજા દિવસે પણ યથાવત રહી હતી. ખેડબ્રહ્મા પાલિકા દ્વારા શહેરમાંથીડોર ટુ ડોર કચરો ભેગો કરી જૂના ગોતા રોડ ઉપર બનાવાયેલ ડમ્પિંગ સાઇટમાં નખાય છે અને ત્યાં પ્રોસેસ કરી કચરાનો નિકાલકરાય છે. ડમ્પિંગ સાઇટ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી છે. કોન્ટ્રાકટર દ્વારા થોડા દિવસ પહેલા ડમ્પ સાઇટમાંથીબધો કચરો બહારની બાજુ ઠાલવી દેવાયો હતો. બુધવાર રાત્રિના સમયે કોઈ કારણસર કચરામાં આગ લાગતાં સ્થાનિકોએ પાણી છાંટી અને પાલિકામાં જાણ કરતાં ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવાઇ હતી.
જે આગ વહેલી સવારે ફરી લાગતાં પાછળની બાજુરબારી પ્રહલાદભાઈ અને તેમના ભાઈએ ઘર આગળ પશુઓ રાખવા માટે કાંટાની વાડ કરી હતી તેમાં લાગતાં આખી વાડ બળીગઈ હતી. સદનસીબે રબારી પરિવાર પશુઓ સાથે બે દિવસથી નજીકના ખેતરમાં ડેરો નાખ્યો હોવાથી મોટા નુકસાનથી બચીગયા હતા. ડમ્પિંગ સાઇટનો કચરો બહાર ફેંકાય છેસ્થાનિકોના જણાવ્યાનુસાર ડમ્પિંગ સાઇટનો કચરો બહારની બાજુ ફેંકાય છે.જેને લઈ પવનની દિશા બદલાય ત્યારે અહીં રહેવું મુશ્કેલ પડી જાય છે. જો આગ લાગ્યા બાદ પવનની દિશા બદલાઈ હોત તોઆખા ચંપાલપુર વિસ્તારમાં આગ પ્રસરવાની શક્યતા હતી. આગ ઓલવ્યા બાદ પણ આખો દિવસ ધુમાડો ઉડતો રહેતા લોકો પરેશાન થઈ ગયા હતા