કોરોના વાયરસને લઇને સમગ્ર દુનિયામાં આલોચનાનો ભોગ બનેલા ચીનને હવે મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ ચીનને મળનારી S400 મિસાઇલની ડિલીવરી રદ્દ કરી દીધી છે. રશિયાએ હાલમાં સરફેસ-ટુ-એર એસ -400 મિસાઇલોના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, ચીન હવે તેની એસ -44 સિસ્ટમ માટે રશિયા પાસેથી જરૂરી મિસાઇલો મેળવશે નહીં.
(File Pic)
અમેરિકા-ભારત સાથેના તણાવ વચ્ચે ચીન માટે આ મોટો આંચકો છે. ભારતની ભૂમિ પર કબજો કર્યા બાદ હવે વિશ્વમાં ચીનને મુશ્કેલી પડી રહી છે. જોકે, ચીન આ સ્વીકારવા તૈયાર નથી. સુત્રોના જણાવ્યા મુજબ, રશિયાએ જાહેરાત કરી છે કે, તેણે S400 મિસાઇલ સિસ્ટમ ચીનને સોંપવા પર હાલના તબક્કે રોક લગાવી છે.
(File Pic)
રશિયાએ મિસાઇલોની ડિલિવરી રદ્દ કર્યા બાદ, ચાઇનીઝ અખબાર સોહોએ ચીન વતી પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે રશિયાએ મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું, કારણ કે તે ઈચ્છતા નથી કે કોરોના વાયરસ સામે બાથ ભીડી રહેલી ચિની કમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકી શકે. આપને જણાવી દઈએ કે, S400 મિસાઇલ સિસ્ટમ, S300નું અપડેટેડ વર્ઝન છે. તે 400 કિલોમીટરના દાયરામાં આવનારા કોઇપણ એરક્રાફ્ટ અથવા હથિયારનો ખાત્મનો બોલાવી શકે છે. મહત્વનુ છે કે વર્ષ 2014માં તેની ખરીદી અંગે રશિયા અને ચીન વચ્ચે કરાર થયાં હતા.