1 માર્ચ 2021થી એટલે કે આજથી દેશમાં કેટલાંક અગત્યના ફેરફારો લાગુ થઇ રહ્યા છે. જેમાંનો એક બેંકના એટીએમને લઈને છે. ઇન્ડિયન બેંકના ગ્રાહકો જ્યારે બેન્કોનાં ATMમાં પૈસા ઉપાડવા જશે ત્યારે તેમને રૂ.2000ની નોટો નહીં મળે.
કોઈ ગ્રાહકને રૂ.2000ની નોટો જોઈતી હોય તો તેણે બેન્કમાં રૂબરૂ જઈને તેનો ઉપાડ કરવો પડશે. મળતી માહિતી મુજબ, ઈન્ડિયન બેંકના ગ્રાહકો જ્યારે બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા જશે તો તેમને હવેથી એટીએમમાંથી રુપિયા 2 હજારની ચલણી નોટ નહીં મળે.
ઊંચું મૂલ્ય ધરાવતી ચલણી નોટોના વપરાશથી લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, ખાતા ધારકોને રુપિયા 2 હજારની ચલણી નોટ જોઈતી હોય તો તેણે બેંકમાં રુબરુ જઈને તેનો ઉપાડ કરવો પડશે.