પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના(PMJJBY) હેઠળ કેટલાયે ખાતાધારકાેના હપ્તાના રૂપિયા ખાતામાં પરત ફરી રહ્યાં છે.લાેકાેને મુંઝવણમાં છે કે આવું કેમ થઇ રહ્યું છે. આ યાેજના હેઠળ વર્ષમાં એક વખત નાેમિનલ ચાર્જ પર હેલ્થ ઇન્શ્યાેરન્સ અને એક્સિડેન્ટલ ઇન્શ્યાેરન્સ અપાય છે.કેટલાક દિવસાેથી બેંક ખાતાધારકાેના ખાતામાંથી ઇન્શ્યાેરન્સના નામે કપાયેલા રૂપિયા ખાતામાં પરત આવી રહ્યાં છે.જેના પગલે લાેકાેમાં એક અફવા ફેલાઇ કે ક્યાં આ યોજના બંધ તાે થઇ નથી ગઇને.તપાસ કરતાં ખબર પડી કે યોજના બંધ નથી થઇ. આ સિવાય પણ અન્ય સમસ્યા આવી રહી છે કે ખાતાધારકોના ખાતામાંથી જે હપ્તા કપાતા હતાં તે આ વખતે કપાયા નથી.
18થી 50 વર્ષના લોકો વીમો લઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી ગરીબ અને મધ્યમ વર્ગના બેંક ખાતા ધારકો માટે આ યોજના શરૂ કરાઇ છે. જેમાં વીમો લેવા પર વાર્ષિક 436 રૂપિયા કપાય છે.બીમારી અથવા અન્ય કારણથી વીમાધારકનું મોત થાય તો પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ જ રીતે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ વાર્ષિક 20 રૂપિયા હપ્તો કપાય છે.આ યોજના હેઠળ કોઇ દુર્ઘટનામાં વીમાધારકનું મોત થતાં પરિવારને 2 લાખ મળે છે. આ વર્ષ જૂનથી PMJJBY વાર્ષિક 330થી 436 રૂપિયા લેવાય રહ્યાં છે.જોકે આ યોજનામાં વીમાધારકની ઉમર 50 વર્ષથી વધુ હોવા તેમજ એકથી વધુ બેંકમાં ખાતા હોવાના કારણે વીમાના હપ્તાની રકમ કપાઇ ન હશે અથવા રૂપિયા પરત આવ્યા છે.