રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે દર્દીઓ માટે મેડિકલ ઓફિસર, નર્સની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર મળે તેવી વ્યવસ્થા ભાવનગરમાં સેવાકીય સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને અન્ય અનેકવિધ લોકોપયોગી કાર્યો કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પથારીવશ વ્યક્તિઓની સર્વગ્રાહી સંભાળ માટે પરમેનેન્ટ પ્રોજેકટ રોટરી કરુણાલય અ હોસ્પિસલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટરની આરંભ પૂ. મોરારિબાપુના આશિર્વાદ અને DGN નિહિર દવે (રોટરી ડિસ્ટ્રી. 3060), ડો. પરેશ મજમુદાર (પ્રેસિડેન્ટ – ગુજરાત સ્ટેટ IMA અને જનાર્દનભાઈ ભટ્ટ હસ્તે કરવામાં આવ્યો હતા.
હાલના સમયમાં કુટુંબીજનોની ઈચ્છા હોવા છતા અનેક કારણોને લીધે બીમારીથી પથારીવશ વ્યક્તિઓની સંભાળ એ અઘરો કોયડો બનતો જાય છે આ સંજોગોમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવી વ્યક્તિઓને મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય કે આયાઓની દેખરેખ અને હૂંફ હેઠળ સાજા-સારા થાય અને સ્વગૃહે પરત ફરે એવી સુચારૂ વ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે ભાવનગરના હાર્દ સમા પાનવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓ માટે ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની સેવા પણ સેન્ટરમાં ખાતે રાખવામાં આવેલ છે