જુનાગઢ જિલ્લામાં અનેકવાર વિદેશી દારૂનો જથ્થો પકડતો રહે છે. તો જૂનાગઢ જિલ્લો દારૂની બાબતે દારૂનો હબ બની ચુક્યો હોય તેવું જોવા મળે છે. ત્યારે 2013થી આજસુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલ જુનાગઢના ઍ-ડિવિઝન, બી- ડિવિઝન અને સી-ડિવિઝનમાં નોધાયેલ વિદેશી દારૂના ગુનાના મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો. તો અવાર નવારના છેલ્લા પાચ વર્ષ દરમિયાન પકડાયેલ જુનાગઢના ત્રણે ડિવિઝનનો કુલ 35,322 બોટલ દારૂ મળી કુલ રકમ 1,05,13,624ના મુદામાલ પર પાદરીયા ગામ પાસેની સરકારી જમીન પર રોલર ફેરવી નાશ કર્યો હતો. ઍક તરફ ગાંધીના ગુજરાતમા દારુ બંધી છે ત્યારે જૂનાગઢ જિલ્લા ભરમા આવાર નવાર થઇ રહી છે દારૂની રેલમ છેલ. આખરે ક્યાંથી આવે છે જુનાગઢ જિલ્લા ભરમા એટલો જ્થ્થા બંધ દારૂ ?? આખીર કોણ મંગાવૅ છે આ દારુનો જથ્થો ?? તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -