બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને 28 દિવસ થયા છે. જોકે સુશાંતના ચાહકોને હજી વિશ્વાસ થઇ રહ્યો નથી કે તે હવે આપણા વચ્ચે નથી. સુશાંતના અચાનક નિધનથી તેમના પરિવારથી માંડીને તેના પ્રશંસકો મોટા આઘાતમાં છે. સુશાંતના આત્મહત્યા કેસની યોગ્ય તપાસની પણ તેના પ્રશંસકો માંગ કરી રહ્યા છે.
(File Pic)
તેવામાં બિહારના પૂર્ણિયામાં હાલમાં એક રોડનું નામાંકરણ કરવામાં આવ્યું છે જેનું નામ સુશાંતસિંહના નામ પર રાખવામાં આવ્યું છે. આ અંગેના ફોટો સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકો દ્વારા પણ શેર કરવામાં આવ્યા છે.
ઇન્ટરનેટ પર વાયરલ થયેલ વિડિયોમાં જોઇ શકાય છે કે બિહારના પૂર્ણિયામાં એક રોડનું નામ સુશાંત સિંહના નામે રાખવામાં આવ્યું છે. આ ફોટોને જોઇ ફરી એકવાર સુશાંતના ચાહકો ભાવુક થયા છે અને તેને સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે સુશાંતસિંહ મૂળ પૂર્ણિયાના મલડીહા ગામનો રહેવાસી હતો..જેથી સ્થાનિક તંત્ર દ્વારા પૂર્ણિયામાં મધુબનીથી માતા ચૌક સુધી જનાર રોડને હવે સુશાંત સિંહ રાજપૂત રોડ નામ આપવામાં આવ્યું છે.