અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે વાહનચાલકો બેફામ રીતે વાહન હંકારી પોતાની અને લોકોની જિંદગી જોખમમાં મુકતા હોય છે.ભિલોડાના મોહનપુર નજીક રીક્ષા ચાલક એક્ટીવા ચાલકને બચાવવા જતા પલ્ટી ખાઈ જતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા બે લોકોના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી બે દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટના નજીકમાં પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થતા અકસ્માતની ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. ભિલોડા-શામળાજી રોડ પર આવેલા મોહનપુર ગામ નજીકથી પસાર થતી રીક્ષા એક્ટીવા ચાલકને બચાવવા જતા પલ્ટી જતા સદનસીબે રિક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજા થવાની સાથે આબાદ બચાવ થયો હતો સમગ્ર અકસ્માત નજીકમાં આવેલા જય હિંદ પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થતા બે દિવસ પછી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ વિડીયો વાઈરલ થતા વિડીયો જોનાર લોકોના મોઢામાંથી “રામ રાખે તેને કોણ ચાખે” ના શબ્દો સરી પડ્યા હતા
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -