બનાસકાંઠાના વિવિધ મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતી ગાયો, આખલા જેવા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે. ત્યારે બનાસકાંઠાના ભીલડી હાઈવે રોડ પર રખડતા ઢોરના કારણે એક રીક્ષા ચાલકનું મોત નિપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ભીલડી હાઈવે પરથી પસાર થઈ રહેલ શંકરભાઈ વજીર નામના રીક્ષા ચાલકની રીક્ષા સામે એક આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શંકરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રીક્ષા ચાલક શંકરભાઈનું મોત નિપજ્યું હતું. જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને સ્થાનિક તંત્ર રખડતા ઢોરોને પકડવામાં નિષ્ફળ રહી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -