સુરતમાં કોરોના કહેરમાં જીવન જોખમે કામ કરતા ડોર ટુ ડોર સફાઈ કર્મચારીઓનું સગરામપુરા મેહતા શેરી ખાતે રૂપિયાનો હાર પહેરાવી સન્માન કરાયું હતું. મહત્વનુ છે કે, મનપાના સેન્ટ્રલ ઝોનના ડોર ટુ ડોર સ્વચ્છતા રથનુ સગરામપુરા મેહતા શેરી ખાતે શેરીના રહીશોએ રૂપિયાની નોટોનો હાર બનાવી પહેરાવી સન્માનિત કરાયા હતા.
તેમજ હાલ કોરોના મહામારીથી દેશમાં લોકડાઉન કર્યું છે. જેથી કોરોના કહેરથી લોકોના જીવ બચાવી શકાય છે. આ સંકટ સ્થિતિએ રસાત અને મોહલ્લા શેરીમાં ઘર ઘર કચરા કલેક્શન કરતી ડોર ટુ ડોરની ગાડીમાં કામ કરતા મજૂરો જીવન જોખમેં સફાઈની સાથે કચરો લઈ જાય છે. જેથી શેરી મોહલ્લામાં ગંદગી નહીં થાય.
પોતાના જીવને જોખમે મૂકી ફરજ બજાવતા આ યોધ્ધાઓનું સગરામપુરા મેહતા શેરી ખાતે સ્થાનિક રહીશોએ 10 -10 રૂપિયાની નોટોનો હાર પહેરાવી સન્માનિત કરતા ડોર ટુ ડોર કચરા ગાડી પર કામ કરતા કર્મચારીઓ ભાવુક થયા હતા.