ચીનના વુહાન પ્રાંતમાંથી ફેલાયેલા કોરોના વાયરસે આજે વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. દુનિયાભરમાં કોરોનાથી અમેરિકા બાદ સૌથી વધુ દર્દી ભારતમાં છે. રાહત એ છે કે દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં સ્થિતિ સારી છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનું રિસર્ચ કહે છે કે ભારતમાં 85 હજાર દર્દીઓ અને 6 લાખ કોન્ટેક્ટ ટ્રેસિંગ કેસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોરોના દર્દી હોસ્પિટલમાં એડમિટ થાય તેના 5 દિવસમાં તેનું મોત થાય છે જ્યારે અમેરિકામાં હોસ્પિટલમાં એડમિટ થયા બાદ 14 દિવસે મોત થાય છે.
રીસર્ચર્સનું કહેવું છે કે બંને દેશમાં મોતનો સમય અને અંતર સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે જોવા મળે છે. રાહતની વાત એ છે કે આ સમય બાદ 65 વર્ષથી વધારે ઉંમરના દર્દીના મોતનો આંકડો સતત ઘટી રહ્યો છે. આ રિપોર્ટ હમણાં જ સાયન્સ જર્નલમાં પણ પ્રકાશિત કરાયો હતો. સાથે જ બ્રાઉન યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડો. આશિષ ઝાનું કહેવું છે કે ભારતમાં રૂપિયાની અછતના કારણે લોકો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ જાય છે જેના કારણે મોતનો શિકાર બને છે. આ સિવાય અન્ય શક્યતા એ છે કે દર્દીને કોરોના સાથે ડાયાબિટિસ અને બીપીની તકલીફ તેમજ અયોગ્ય ડાયટના કારણે મુશ્કેલીઓ આવે છે.