અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ દરીયા કિનારે આવેલ છે. ત્યારે ગતરોજ જાફરાબાદના દરિયામાં 52 નોટિકલ માઈલદૂર એક રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાનાજાફરાબાદની સરસ્વતી કૃપા બોટના ખલાસીને બોટ બાંધવાનો પથ્થર વાગતા ગંભીર ઇજા થઇ હતી.જાફરબાદ દરીયામાં 52 નોટીકલ માઈલ દૂર થયું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સતીષબાબુ બારૈયા ખલાસીને છાતીના ભાગે પથ્થર વાગતા બેભાન થઇ ગયો હતો.
ત્યારબાદ બોટ માલિક દ્વારા ધારાસભ્ય અંબરીશ ડેરને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ધારાસભ્ય ડેરે પોલીસ તંત્રને જાણ કરતાતાત્કાલિક મરીન પોલીસ દ્વારા સ્પીડ બોટ રવાના કરવામાં આવી હતી. સ્પીડ બોટ દ્વારા ઇજાગ્રસ્તખલાસીનું રેસ્ક્યુ કરીને પીપાવાવ પોર્ટ ખાતે લાવી મહુવા ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્ત ખલાસીની તબિયત સુધારા પર છે. ગઇકાલની બનેલી આ રેસ્ક્યુ ઘટનાના વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયા છે.