ભારતની બેંકોમાંથી લોનના નામે કરોડો રુપિયાનું ફુલેકુ કરીને ફરાર થયેલા ભાગેડુ વિજય માલ્યા સંબંધે છેલ્લા બે દિવસથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે વિજય માલ્યા એક ખાસ પ્લેનમાં ભારત પરત આવી રહ્યો છે. જોકે આ અહેવાલને એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ હતું કે બ્રિટન વિજય માલ્યાને કોઈપણ સમયે ભારત મોકલી શકે છે. ઈડીનું કહેવું છે કે, આ સમાચાર ખોટા છે. હજુ આ પ્રક્રિયા શરુ થવામાં ઘણો સમય લાગી શકે છે. સમાચાર એજન્સીઓને એજન્સીઓના હવાલે જાણકારી આપવામાં આવી હતી કે, માલ્યાનું પ્લેન સીધુ મુંબઈમાં લેન્ડ થઈ શકે છે.
સુત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું હતું કે, વિજય માલ્યા જો રાત્રે મુંબઈમાં વિમાન દ્વારા ભારત પહોચશે તો ઘણો સમય સીબીઆઈ ઓફીસમાં વિતાવવો પડશે. ત્યારબાદ પછીના દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો તે દિવસે આવશે તો સીધો જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ તેમના રિમાન્ડની માંગણી કરશે. ત્યારબાદ તેમની ધરપકડની પણ માંગ ED કરશે.
ઓગસ્ટ ૨૦૧૮માં વિજય માલ્યા કેસની સુનાવણી કરી રહેલી બ્રિટનની એક અદાલતે ભારતીય તપાસ એજન્સીઓ પાસે જાણકારી માંગી હતી કે, વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણ બાદ કઈ જેલમાં રાખી રાખવામાં આવશે. તપાસ એજન્સીઓએ મુંબઈની આર્થર રોડ જેલના એક સેલનો વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે, અહીં રાખવાનો વિચાર છે. આ દરમિયાન જાણકારી આપવામાં આવી હતી કે, વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ બાદ હાઈ લેવલ સિક્યુરીટીવાળા બેરકમાં રાખવામાં આવશે.